સલાહનું વિશ્લેષણ

ક્યારેક આપણે  બીજામાંથી શીખીએ છીએ.. આપણને કોઈ સલાહ આપવાનું કહે, તો જાણે આપણે પીઢ – અનુભવી પ્રાધ્યાપકની જેમ આપણું લેકચર શરૂ કરી દઈએ છીએ. બસ, કોઈ સલાહ માંગે એટલી વાર હોય…ઘણી વખત કોઈ સલાહ માંગે નહિ તો પણ આપણામાં આવા લેકચર આપવાના ગુણ પ્રવેશી જાય. પરંતુ જાણતા અજાણતા બીજાને સલાહ આપતા સ્વયંમાં  પણ એક  જાગૃતતા આવી જાય છે. જયારે બીજાને સલાહ આપીએ, ત્યારે પોતે કરેલી ભૂલનું દ્રષ્ટાંત આપીએ છીએ કે છાને ખૂણે યાદ કરી લઈએ છીએ. ભલે આપણાંથી કઈ ભૂલ થઈ ગઈ પણ બીજાને તો આપણી સલાહથી ફાયદો થશે ને! એવી સલાહ આપવી સારી.. નહી તો મારું ભલું ના થયું તો બીજાનું કેમ ભલું થાય… એવી સલાહ આપનાર લોકો પણ ઘણા છે..ક્યારેક બીજાની તકલીફો જોઇને આપણને આપણું જીવન સુખી લાગે છે.. અને ક્યારેક બીજાની તકલીફો અને ઉદાહરણો પરથી આપણે ભૂલો કરતા ચેતી જઈએ છીએ.. ટૂકમાં કહીએ તો સલાહ આપનાર વ્યક્તિના અનુભવ અને તેની પાછળ રહેલો ભાવ બંને હેતુ યોગ્ય હોવા જોઈએ…નહીતર આપણું જીવન ગેરમાર્ગે દોરાતા વાર નહિ લાગે..

Advertisements