સ્વયંને ઓળખીએ !

ભલે એક બીજાને ગમતા રહીએ,

ક્યારેક સ્વયંને પણ ગમીએ.

 

ભાર દુનિયાનો લઈ શું કરીએ?

જયારે સ્વયંથી તૃપ્ત થઈએ.

 

દાવ દલીલોના શું રમીએ?

પહેલા સ્વયં તો નમીએ.

 

ગીત બીજાના શું ગાઈએ?

વિચારો સ્વયંના તો રાખીએ.

 

સમાજમાં પરિવર્તન શું ઝંખીએ?

પરંપરાઓથી સ્વયંને તો ના ડંખીએ.

 

લક્ષ્ય જીવનના શું માપીએ?

સફળતાનો શ્રેય સ્વયંને તો આપીએ.

Advertisements