દિપ પ્રગટાવી અંતરમાં કરીએ ઉજાસ,

રંગોળીના રંગો રૂપી લાગણીઓ કરે નિવાસ..

 

તોરણો બાંધીએ જીવનમાં લાવીએ સુવાસ,

રોશની ઝગ્માંગાવીએ ફેલાવીએ  પ્રકાશ…

 

મીઠાઈ આરોગીએ  વાણીમાં લાવીએ મીઠાશ,

શુભકામનાઓ પાઠવીએ દુર કરીએ કડવાશ…

 

ધનતેરસમાં ધન વધે  સરેરાશ,

કાળીચૌદસે  દુર  થાય  કંકાશ…

 

દિવાળીએ  પૂજનમાં ના રહે કોઈ અવકાશ,

નૂતન વર્ષે સંકલ્પ કરીએ કઈ ખાસ…

 

ભાઈબીજ ભાઈ-બહેનના સ્નેહનો છે શ્વાસ,

પાંચ દિવસ ઉત્સવમાં કરીએ આનદ અને ઉલ્લાસ..

Advertisements