જીવનનો પથ હંમેશાં સીધો હોતો નથી. ઘણા વળાંકો પછી  રસ્તાતો જડે  છે, ઢોળાવો હોય છે. માર્ગોમાં સ્પીડ બ્રેકર અને ખાડા-ખાબડા ની જેમ જીવનમાં પણ કંઈક આવું જ બને છે. પરંતુ કુદરતના સર્જનમાં માર્ગો હમેશા સીધા જ જોવા મળે છે.. ત્યાં કઈ જ વળાંક આવતા નથી. સ્વયમ સુર્યનું  અસ્તિત્વ કે ચંદ્રની  ચાંદનીને નિહાળતા આ બાબતનો અભાસ થશે.. આપણે પણ કુદરતનું એક સર્જન જ તો છીએ.  પરંતુ આપણાં ચંચળ મનની અંદર વ્યથિત એવી પ્રબળ  ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ  કે દરેક લાગણીઓ જ આપણાં જીવનનો માર્ગ થોડો મુશ્કેલ બનાવી મુકે  છે.. નહીતર આપણું જુવાન પણ સીધી-સચોટ દિશા તરફ લઇ જનારું કેમ ના હોત?

Advertisements