અખંડ આનંદ ફેબ્રુઆરી ૨૦૧૨

“હું જે કંઈ પણ છું મારા પરિવારના લીધે છું”

જીવનને વિકાસલક્ષી બનાવવામાં પરિવારનો ફાળો મહત્વનો  છે.

BY – વાગ્ભિ પાઠક પરમાર

મારા માટે પરિવારનું સૌથી મહત્વ અંગ એટલે  માતા-પિતા, મારા પતિ અને મારી દીકરી. બસ, આ મારો પરિવાર. હું બાળપણથી જ વિભક્ત કુટુંબમાં રહેલી છું પણ એવું નથી કે સંયુક્ત કુટુંબ હોય તેને જ પરિવાર કહેવાય. બરોબર ને! કુટુંબમાં સભ્યો ગમ્મે તેટલા હોય પણ સાચા માર્ગદર્શક અને લાગણીશીલ સભ્યો થી જ પરિવાર બને…

મારા લગ્ન થયા તે પહેલા મેં  જુદા-જુદા ઘણા ક્ષેત્રોમાં અભ્યાસ  કર્યો. તે પછી ફેશન ડીઝાઈનીંગ  હોય કે ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય કે પછી બ્યુટી પાર્લરનો કોર્ષ.. બસ, પહેલેથી હું વર્સટાઈલ પર્સનાલીટી રહી છું.  મારા પિતાએ મારી કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી છે. તે હું કેમ ભૂલી શકું?  હું ભણતી ત્યારથી અલગ-અલગ ઈતરપ્રવૃતિઓમાં રસ ધરાવતી. મારા પપ્પા એ મને ખુબ પ્રોત્સાહન આપ્યું. પણ માતાને અલગ પ્રકારનો ડર! સાસરે શું કરશે? બસ, દરેક માતાની એક જ કહાની.. પિતા મને કારકિર્દીમાં આગળ આધારે અને માતા ઘરકામમાં..

લગભગ ૭ વર્ષ પહેલા મારી મરજીથી મારા પ્રેમલગ્ન થયા. માતા-પિતાને થોડી તકલીફ થઇ પણ સમય જતા બધુ સમુસુતરું ઉતારી ગયું.  તેમ છતાં માતા-પિતા બન્નેને ચિંતા… પિતાને થયું કે હવે કારકિર્દી પૂરી અને માતાને એ વાત પરેશાન કરે કે એકલા રહી અને કેમ બધું સાંભળી શકશે. ઘર માં હું અને મારા  પતિ. મારા પતિની ત્યારે બહુ આવક હતી નહિ એટલે ના છૂટકે  મારે કારકિર્દી પર ધ્યાન આપવું જ રહ્યું. થોડા દિવસો ખુબ કામ શોધ્યું.  પણ નિરાશા હાથ લાગી, ત્યાં એક દિવસ મારા પપ્પા એ રેડિયોમાં એક ઉદઘોષણા સાંભળી. અને એ હતી રેડિયામાં ઉદઘોષક થવાની ઉદઘોષણા.. બસ પછી શું? જોતજોતામાં હું ઉદઘોષક પણ બની ગઈ પરંતુ પ્રશ્ન પછી ઉભો થયો ઘર અને નોકરી બંને એકલા હાથે સંભાળવાનું. thank  god !

મારા પતિ મહાશય બધું જ manage  કરી લેતા. રસોઈ હોય  કે ઘર નું કામ દરેક કામમાં તેમણે મને સહકાર આપ્યો. તેમના સહકારથી હું નિઃસંકોચ ડ્યુટી કરી   શક્તી અને ઘરે આવી ને ફરી બાકીના કામમાં લાગી જતી. ૨ વર્ષ પહેલા મારે દીકરી આવી.. મને  મારા માતા-પિતા નો તો સહકાર મળતો જ પણ મારા પતિ પણ મારું ખુબ ધ્યાન રાખતા. તેમાં ફરી પાછું થયું કે બંને કામો તો કરવાના જ છે અને એક વધુ જવાબદારી મારા શિરે આવી ગઈ  છે. પણ મને મારા પરિવાર પર પૂરો વિશ્વાસ હતો એટલે કોઈ ચિંતા થઈ જ નહિ. સંજોગ અને સમય આપણી favor માં  હોય અને તેમાં પણ પરિવારનો આવો સહકાર હોય પછી શું ચિંતા? મારી દીકરી ત્રણ મહિનાની હતી ત્યારથી  હું મારા પાપા-મમ્મી ને ત્યાં મુકીને નોકરી એ જતી અને હજી જવું પડે છે.. આજના દિવસે પણ મારી દીકરી તેના નાના-નાની ને ત્યાં વ્હાલથી ઉછરે છે અને મારા મમ્મી પપ્પા ની ખુબ હેવાઈ છે . મને બધા આશ્ચર્યથી પૂછતાં કે આટલી નાની બેબી  ૭-૮ કલાક રહી શકે? અને હું ગર્વથી મારી દીકરીના વખાણ કરતી. મારે કોઈ દિવસ રાત જાગવી નથી પડી… આજની તારીખે મારા ઘરે કામ કરવા મેં કોઈ રાખ્યું નથી. બધું જ અમે જાતે કરીએ છીએ અને મારા મમ્મી-પપ્પાને આ વાતનો ગર્વ છે.

મારા પરિવારના ચારેય સ્તંભો ખુબ જ અલગ  છે પણ મારા માટે એટલા જ વિશિષ્ટ છે. આ ચારેયમાંથી એક ના પણ સહકાર વગર મારું જીવન અને જીવનયાત્રા આટલા  સુંદર અને સરળ ના બન્યા હોત. હું કારકિર્દી અને ઘરકામ બંનેમાં સફળ ના થઈ શકી હોત. મારા જીવનના આ ૭ વર્ષમાં મે જેટલો સંઘર્ષ કર્યો એમાં મારા પરિવારે મને ખુબ જ સાથ આપ્યો છે. અને આજે હું ગર્વ થી કહી શકુ છુ કે ” હું જે કઈ પણ છું મારા પરિવારના લીધે છું”. દરેક સ્ત્રીને જો આવો પરિવારનો સહકાર મળે તો તે કોઈપણ કામ મજબુરીમાં નહિ હોશે હોશે કરે. અને ઘરકામ હોય કે કારકિર્દી કે પછી ગમે તેવી જવાબદારીમાં પોતાના પ્રાણ પૂરી દે. દરેક વ્યક્તિના જીવનને  વિકાસલક્ષી અને ખુબસુરત બનાવવા  માટે પરિવાર ખુબ અગત્યનો ભાગ ભજવે છે. BY – વાગ્ભિ પાઠક પરમાર

Advertisements