આપણે વાંચનની વાત હમેશા કરીએ છીએ.. જરા પણ વાંચનનું નામ આવે એટલે તરત જ પુછવામાં આવે કે કઈ પુસ્તક વાંચો છો? શું પુસ્તક વાંચીએ એને જ વાંચન કહેવાય? પુસ્તક વાચવી એ માત્ર વાંચનનો એક ભાગ કહી શકાય… જો કે હમણાં ચોતરફ કહેવાતા વાંચનના ભાગ રૂપે પુસ્તક મેળા અને પુસ્તક મહોત્સવ વારંવાર આપણી આસપાસ જોવા મળે છે… જાણે લેખન-વાંચન એમા પણ માર્કેટિંગ થઇ ગયું હોય… લોકોએ વ્યવસાય કે શોખને ધંધો બનાવી દીધો છે.

આખા દિવસ દરમ્યાન જે કઈ પણ નવી જાણકારી મેળવીએ એ વાંચન જ થયું કહેવાય ને…. વાંચન કેટલું એના કરતા કેવું તે વધારે મહત્વનું છે… કોઈ એક સુવાક્ય વાંચીને પણ એક દિવસ વાગોળવાનું મન થાય  કે પછી જીવનમાં ઉતારવાની ઈચ્છા થઈ જાય એ શું પુરતું નથી.! એક સુવાક્ય પણ એક પ્રકારનું વાંચન જ થયું ને..

પુસ્તક કે કોઈ વિષય કે કોઈ પ્રકાર જ વાંચવો એવું થોડું છે…? સાતે દિવસની પૂર્તિઓમાં કે મેગેઝીનોમાં અઢળક માહિતી અને વાંચન આવે છે… વિવિધ પ્રકારનું વાંચન જેમકે… વાર્તા, લેખ, નવલિકા, નવલકથા, પ્રસંગકથા અને બીજું કેટલુય.. પણ આપણે તો બીજા પાસે સીન પાડવો છે… નિત-નવીન પુસ્તકો અને તેના લેખકોના નામ અને એમનુ જ વાંચન…. એટલે સર્વશ્રેષ્ઠ..

વાંચનને માત્ર પુસ્તક સ્વરૂપે જ નહિ… પણ આપણને મળતી માહિતી અને શોખથી કેળવીએ એ જ સાચ્ચું. રસ પડે એવું કોઈ પણ સાહિત્યનું રસપાન એટલે વાંચન… કોઈએ લખેલું ગળે ઉતરી જાય અને વાંચ્યાનો ભોજન સમાન ઓડકાર આવે એટલે વાંચનનો આપણો  પ્રયાસ સફળ. વાંચન એટલે પુસ્તકોનું કલેકશન નહિ.. કોઈ પણ વિચાર કે વાતનું હમેશા માટે દિલની દીવાલો પર થઇ ગયેલી કોતરણ..છાપ.. કોઈ પણ વાંચનનું કલેક્શન હૃદયમાં સંગ્રહિત હોવું  જોઈએ, નહિ કે કબાટ કે લાયબ્રેરીમાં…

તમે શું માનો છો…? વાંચન એટલે……………..

by – વાગ્ભિ પાઠક-પરમાર

Advertisements