લોકોને ગમે કે ના ગમે,

મારે તો મને ગમે એવું લખવું છે.

લોકોના દિલને સ્પર્શે કે ના સ્પર્શે,

મારે તો મારા દિલને સ્પર્શે એવું કઈક લખવું છે.

લોકો સમજે કે ના સમજે,

મારે તો મારી સમજણ મુજબ લખવું છે.

લોકો સહમત થાય કે ના થાય,

મારે તો વિચારોનું પ્રતિબિંબ લખવું છે.

લોકો વાંચે કે ના વાંચે,

મારે તો આત્મસંતોષ માટે લખવું છે.

લોકો ચાહે કે ના સારાહે,

મારે તો લેખનની ચાહના માટે લખવું છે…..

By  – વાગ્ભિ પાઠક-પરમાર

Advertisements