Image

એક મન વાત કરે છે…પ્રેમ વિશે ………………

પ્રેમ કોઈ અનુભૂતિ છે તો મેં તેને ક્યારેક મેહસૂસ કરી હશે.. પ્રેમ કોઈ પદાર્થ હશે તો મે તેને અડકવાની નજીવી એવી કોશિશ કરી હશે.. પ્રેમ જીવન-મૃત્યુના સમયને બાંધતો એક પડાવ હશે તો મેં એ સમય પસાર કર્યો જ હશે.. પ્રેમને પામવાનો નજીવો એવો પ્રયાસ ક્યારેક તો મેં કર્યો જ હશે.. પ્રેમમાં બલિદાનનું ઉદાહરણ  પણ ક્યારેક આસપાસ જોયું હશે… સમજ્યું હશે કે કદાચ અનુભવ્યું પણ હશે..

‘પ્રેમ’ ને સ્પર્શવાનો, મેહસૂસ કરવાનો આ તો કેવો પ્રયાસ મેં કર્યો હશે કે આસ્પસ્સ ચોતરફ ફેલાયેલા પ્રેમની એ સુગંધ નજીવા સ્વાર્થ અને અપેક્ષામાં મહેસુસ પણ નહી કરી હોય..? પ્રેમને પામવાની ઘેલછામાં પ્રેમનો સાચો અર્થ સમજી શકવામાં હું મોડી તો નથી પડીને ! કારણ કે સમય સર જો આંખ ઉઘડે તો જ સ્વપ્નો સાચા પડે.. પ્રેમની પાયખું ફુટે, કુમળા ફૂલો ખીલે…

By : vagbhi

Advertisements