Image સમજાતું નથી કે ક્યાં ગ્રંથમાં, પુરાણોમાં લખાયું હશે કે સ્ત્રીએ જ રસોઈ કરવી.

ગમતું હોય કે ના ગમતું હોય સ્ત્રી માથે જ આ થોપી દેવામાં આવ્યું છે. આજના પુરૂષો ગમ્મે તેટલા મોર્ડન થઇ જાય કે તેમનામાં પરિવર્તન આવી જાય. બેન, દીકરી, પત્ની..આ બધાને આજની ફેશન, રહેણીકહેણી અને લકઝરીયસ લાઈફ જીવાડતાં હશેછતાં પણ સ્ત્રીઓનું સ્થાન અંતે તો રસોડામાં જ હશે.

કેમ પુરૂષ રસોઈ ના કરી શકે? કેમ સ્ત્રીઓને એની પસંદગી પ્રમાણે કરવાનો..જીવવાનો હક-અધિકાર નથી?

આ હું એટલા માટે નથી કઈ રહી કે મને ખુદને રસોઈ કરવી બહુ ઓછી ગમે..પણ એવું કોણે કહી દીધું કે સ્ત્રીઓને જ હા….સ્ત્રીઓને જ રસોઈકાલાનો શોખ હોવો જોઈએ અને એ પણ ફરજીયાત.

હું નસીબદાર અને સુખી છું કે મારા જીવનમાં આવું ફરજીયાતપણું નથી. મેં કોઈ દિવસ કોઈપણ કામ, કોઈપણ વસ્તુ ફરજીયાત કરેલ નથી. મારી મરજી મુજબ હમેશાં મુક્તપણે જીવી છું.

તમે વિચારી જુઓ કે કોઈ પુરુષને ફરજીયાત એક અઠવાડિયું પણ ન ગમતું કે ઇવન રસોઈ પણ કરાવવામાં આવે તો શું થાય? એ કરશે ખરા? તો કેમ સ્ત્રીઓ પર આ ફરજીયાત લાદવામાં આવેલી પ્રથા છે? દરેક પુરુષને નવી નવી વાનગીઓનો સ્વાદ લેવો ગમશે…પણ શું થોડી પણ સ્ત્રીઓને મદદરૂપ બનશે ખરા? આ તો બસ ઈચ્છા વ્યક્ત કરે અને પછી સવાર-સાંજ પસંદગીનું ભાણું હાજર થઇ જાય. અને તેમાં પણ દૂધમાંથી પુરા કાઢવામાં આવે. પણ સાહેબ….આ એક વખત તમે બનાવી તો જુઓ… આમ કહીએ એટલે સામો સરસ મજાનો જવાબ મળે કે ‘આ અમારા કામ નથી…’ તો આટલું સ્વીકારો છો તો પછી જેવી વાનગી બની છે એની સરાહના તો કરો.. તમે તો એ પણ નથી કરી શકતા..

પુરુષોને જેમ નોકરીમાં સારું કામ કરવા બદલ એપ્રિસિએશન મળે છે તેમ સ્ત્રીઓને પણ મળવું જોઈએ એમ ઘણી વખત કહેવામાં આવે છે પણ જવાબ મળે છે કે ઘરના કામમાં શું વળી એપ્રિસિએશન ?પણ ભાઈ…બંધુ… કામ તો કામ છે. કુશળતા એ કુશળતા છે. જેમ તમારું કામ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે તેમ સ્ત્રીઓની રસોઈકળ તેમના માટે સર્વશ્રેષ્ઠ કામ છે.

આજની ઘણી સત્રીઓ ગૃહિણી…ગૃહિણી.. કરીને વટ મારતા હોય છે પણ ઘરમાં તેને કરવાનું કામ હોય છે કેટલું? ૫૦% સ્ત્રીઓને પૂછશો એટલે કહેશે કે અમારા ઘરમાં રસોઈ અને સાફસફાઈ કરવા આ બંને માટે બહેન-ભાઈ આવે છે.. તો આમાં તમે શું  કામ કરો છો?  તમે ગૃહિણી શેના?  જે સ્ત્રીઓ ગૃહિણી જીવન જીવે છે તેમની કોઈ ખાસ ઓળખ કે તેમને કોઈ મહત્વ નથી આપતું બસ, આનું જ કદાચ આ રીફ્લેક્શન હશે. ફરી વાર  એ જ મુદ્દા પર આવું છું કે સ્ત્રીઓ માટે જ રસોઈકળા કેમ ફરજીયાત?

By : vagbhi

Advertisements