સંબંધ : 

રીલેશન ઈઝ રીક્વ્યારમેન્ટ પછી તે ગમ્મે તે સંબંધ હોય. મનુષ્ય જન્મ લીધો એટલે સંબંધ વિના જીવી શકાતું નથી. કદાચ સમાજ પહેલા સંબંધની રચના થઈ હોવી જોઈએ. દરેક સંબંધનું એક આગવું મહત્વ છે અને આ દરેક સંબંધથી જ બન્યો હશે સમાજ. આપણે ગમ્મે તેટલા સમાજથી દુર ભાગીએ કે સમાજની અવહેલના કરીએ પરંતુ સંબંધથી અલગ થઈ શકાતું નથી. સમાજનો માત્ર હિસ્સો ન બનવાથી કે સામાજિક વ્યવહારોમાં ભાગ ન લેવાથી સંબંધથી હાથપીછાડો કરી શકાતો નથી. હા, એક વાત ચોક્કસ છે સમાજની અલગ દુનિયા છે  તેમ સંબંધની પણ અલગ દુનિયા છે.

સંબંધ જેટલો માનીએ તેટલો સહેલો અને ન માનીએ તેટલો જ અઘરો . સંબંધ લોહીના હોય કે લાગણીના , અકબંધ રહે તે સાચો સંબંધ . અતૂટ વિશ્વાસ અને વ્હેતા ઝરણાની જેમ સતત વ્હેતો લાગણીનો પ્રવાહ એટલે સંબંધ. પરંતુ જયારે સમજણનો અભાવ ગ્રહણ બને ત્યારે આ બધું જ નકામું થઈ જાય. સંબંધની એક તૂટતા બંધથી પણ ખરાબ અને દયનીય સ્થિતિ થઇ જાય. જે તે વ્યક્તિને જ નહિ આસપાસના તમામે તમામ અસરગ્રસ્ત લોકોને આ માનસિક પીડા આપે છે. ભૂતકાળ કદાચ ભૂલાય પણ જાય છતાં વિસરાય તો નહિ જ.  સમયના વહાવ સાથે સઘળું અદ્રશ્ય થઈ જાય છે પણ અમુક લાગેલા ઘા ક્યારેય રૂઝાતા નથી અને તેના નિશાન  સતત આની સાક્ષી પુરાવતા રહે છે.

સમજણના અભાવે બનતો અને વિસ્તરતો કે તૂટતો સંબંધ દીર્ઘાયુષ્ય ભોગવી શકતો નથી પણ તેની પીડા લાંબા સમય સુધી કષ્ટદાયક આયુષ્ય ભોગવે છે. 

By : vagbhi

Advertisements