સ્માઈલ, હાસ્ય, મુસ્કાન… કુદરતની એક અદ્ભુત બક્ષીસ … જિંદગીનું એકમાત્ર અમૃત, ઔષધ…

હસ્તે હસ્તે .. કટ જાયે રસ્તે …  ઝીંદગી યું હી ચાલતી રહે…

ખુશી મિલે યા ગમ … બદલેંગે ના હમ…

દુનિયા ચાહે બદલતી રહે…

એક સ્મિતથી ચેહરાના ભાવ, મનના વિચાર અને આસપાસનું સમગ્ર વાતાવરણ બદલાઈ જાય.

આ દુનિયામાં આવતા જ , જન્મ લેતા જ સૌ પ્રથમ ભલે રડવું આવે પરંતુ પોતિકાનો સ્પર્શ થતા જ મુખ પર સ્મિત આવી જાય છે. તકલીફો, મુશ્કેલીઓ, વેદના, દુઃખ આ બધાનો ઉપચાર માત્ર એક જ છે હાસ્ય..સ્મિત..

જિંદગીના પડાવમાં જેમ સુખ અને દુઃખ તેમ લાગણી તો રૂદન અને હાસ્યને સીધો સંબંધ. રડવું કે હસવું મુશ્કેલ નથી એમાં પણ કોઈને રડાવવું તો સરળ છે પરંતુ કોઈને હસાવવું ખરેખર ખુબ જ કઠીન કામ છે.

બાળકોને હસવાનું કારણ શોધવું નથી પડતું.  જયારે આપણે ઉદાસી દુર કરવા કે કરાવવાનો નજીવો એવો પ્રયાસ પણ  કરીએ છીએ ખરા…

કુદરતની ઉત્તમ ભેટ હાસ્ય કે સ્મિત છે તો આ હાસ્યનું મૂળ , તેનું ઉદ્ગમ બિંદુ કુદરતના ખોળે જ ક્યાંક છુપાયેલું હોવું જોઈએ.

કોઈ બાળકને નિહાળજો , ચેહરા પર સ્મિત આપોઆપ આવી જ જશે.

તો ક્યારેક બાગ-બગીચા કે ફૂલોની સામે જોવાનો સમય કાઢી લેજો, આપોઆપ સ્મિત છલકાઈ જશે.

આકાશમાં ઉડતા પક્ષીઓ અને તેની સાથે રેસ લગાવતા વાદળો જોઈ લેજો, આપોઆપ સ્મિત આવી જશે.

કોઈ રિસાયેલાને મનાવી તો જોજો, આપોઆપ સ્મિત છલકાઈ જશે.

શરીરના અમુક રોગોનો ઉપચાર છે હાસ્ય..

મનની દુભાયેલી લાગણીઓનો ઉપચાર છે હાસ્ય..

જીવનના દરેક તબક્કાઓનો ઉપચાર છે હાસ્ય..

કુદરતની ઉત્તમ ભેટ છે હાસ્ય..

તો દરરોજ હસવાની એક ગોળી અચૂક લેજો..

કીપ સ્માઈલીંગ…. હસ્તે રહો… મુસ્કુરાતે રહો..

અને હસતાં હસતાં હળવાફૂલ થતા રહો…

સ્વયંનું અને અન્યોનું જીવન મહેકાવતા રહો  હાસ્યના ગુલદાસ્તાથી …

 

By : વાગ્ભિ

Advertisements