થોડા હૈ થોડે કી જરૂરત હૈ…..

જિંદગી ફિર ભી યહાં ખુબસુરત હૈ….

ક્યારેક ખરેખર જીવનમાં ખુબ સંતોષ લાગે, તો ક્યારેક ભયંકર અસંતોષ.. ખબર નહિ કઈ વસ્તુ હજી બાકી રહી જાય છે, જેને સુખ કહેવાય. શું પામવું છે? શું ઈચ્છા છે? એ પણ ખબર નથી.

કહેવાય છે ને જિંદગી સરળ પણ ન હોવી જોઈએ. સંઘર્ષમય જીવન હોય તો જીવવું પણ ગમે બાકી તો જીવન પણ નિરર્થક લાગે.

લક્ષ્ય, ધ્યેય, પ્રાપ્તિ, સફળતા આ બધું આજીવન બદલાયા કરે અને જીવન આખું તેની પાછળ તેને પામવા ભાગતા ફરવાનું અને જો સંતોષ માની લઈએ તો જીવવું ન ગમે.

ક્યારેક ભીડમાં ભળી જવાની ઇચ્છા થાય, તો ક્યારેક ભીડમાંથી અલગ તરી આવવાની. કોમનમેન બનવું પણ એટલું જ મુશ્કેલ છે જેટલું અલગ કે લોકપ્રિય બનવું. ક્યારેક સમજાય નહિ કે જીવનમાં હવે શું બાકી રહી જાય છે કે જે સતત કઈ જીવવાની ઝંખના કરાવ્યા કરે.

જયારે આપણે સમજદાર બનીએ ત્યારે પરિસ્થિતિ વિપરીત હોય અને જયારે આપણે અણસમજુ હોઈએ ત્યારે પરિસ્થિતિ અનુકુળ હોય. એક સરખું ચાલે તો બીજું પડી ભાંગે. જીવન જીવવાની મજા લેવા કરતા જીવન જીવવાની સજા ભોગવવી પડે.

અંતે તો આપણા પર જ બધું નિર્ભર છે. આપણા મનને કમજોર બનવા દઈએ તો બધા જ અસુરો હાવી થઈ જાય એટલે કે નકારાત્મકતા ઘેરી વળે અને આપણા મનને મજબુત રાખવાની કોશીશ કરીએ તો દેવતાઓની અપેક્ષાઓ આપણા પર ખુબ વધી જાય અને અંતે કસોટીઓ પર કસોટીઓ ચાલ્યા કરે.

સારા થવાની વ્યાખ્યા શું? આપણને થયેલા અન્યાય બદલ કોઈને માફી આપવી કે પછી આપણને થયેલા અન્યાયનો બદલો લઈ સાચો ન્યાય કરવો ?

Advertisements