વક્ત સે પેહેલે કિસ્મત સે જ્યાદા…

કિસી કો મિલા હૈ ના કિસી કો મિલેગા…

 

દરેક માતા-પિતા પોતાના સંતાનનું સારું નસીબ ઇચ્છતા હોય છે. પછી તે તેના નસીબમાં હોય કે ના હોય. રામાયણનું જ ઉદાહરણ લઈએ. રાજા દશરથ તેના સૌથી મોટા અને લાડકા પુત્ર રામને રાજગાદી સોપવા ઇચ્છતા હતા પણ ભરતને આ સ્થાન મળ્યું. રાજા જનકે પણ પોતાની દિકરી સીતાને અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામને પરણાવી. રાજા જનકે પણ પોતાની દિકરી સુખ-સમૃદ્ધિમાં રહે તેવી કલ્પના કરી હશે પણ સીતા ૧૪ વર્ષના વનવાસ અને ત્યાર પછી પતિના ત્યાગનો ભોગ બનેલી. નસીબમાં જે હોય લખાયું છે તેને આપણે બદલી શકતા નથી. કર્મથી થોડો ફેરફાર અવશ્ય કરી શકીએ છીએ પણ નસીબને સંપૂર્ણ પણે ટાળી શકાતું  નથી.

દરેક માં-બાપ સંતાનનું નસીબ કે કર્મ સ્વીકારતા નથી. લાગણીવશ થઈ પોતાના નસીબના જોરે સંતાનને પણ સુખ આપવાનું સ્વપ્ન જોતા રહે છે અને સંપત્તિ છોડતા જાય છે પણ સંતાન એ સંપતિનો યોગ્ય ઉપયોગ કરી શકશે કે નહિ કે પછી આ સંપત્તિ તેના ઉપયોગમાં આવી શકશે કે નહિ તે વિચાર શુદ્ધા કરતા નથી હોતા. સંતાન એનું નસીબ લઈને આવે છે. તેથી સંસ્કાર, સત્કર્મ ની પૂંજી માતા-પિતા તરફથી જો મળી રહે તો ગમ્મે તેવા કપરા સમયમાં પણ સંતાન એના દુઃખભર્યા દિવસોમાં સક્ષમ રહેશે અને વિપરીત સંજોગોનો ડર્યા વગરમહાભારતના અભિમન્યુની જેમ હિંમતભેર સામનો કરશે.

Advertisements