ભાઈ-બહેન, સાસુ-વહુ, બાપ-દીકરો, દેરાણી-જેઠાણી, દરેક સંબંધને (એક જીવલેણ રોગની જેમ આખી જિંદગી જીવંત રાખવાનો) એક લા-ઈલાજ રોગયુકત શરીરની જેમ સંબંધને જીવંત રાખવાનો.. તો પછી પતિ અને પત્નીના સંબંધને જ કાયદાએ “છુટ્ટાછેડા” અને સમાજે છુટ્ટા પડવાની શા માટે મંજુરી આપી ?

દરેક સંબંધ માટે સમાજ અને કાયદાની એક સરખી વિચારશરણી કેમ ન હોય શકે? ઘણીવાર ન ઈચ્છવા છતાં અમુક સંબંધો જીવંત રાખવા પડતા હોય છે તો પછી આ એક સંબંધને જ કેમ પૂર્ણવિરામ આપવામાં આવે છે ? જેનાથી ઘણા લોકોને મોટું નુકસાન થઈ શકે છે. એક સંતાન કોઈ એકથી એટલે કે માં કે પિતાથી વિખૂટું પડી જાય છે તો કોઈ એક માં કે પિતા સંતાનથી વિખૂટું પડે છે. અનાયાસે ઘણા સંબંધોનું પૂર્ણવિરામ પણ આવી જાય છે. જે સ્ત્રી વહુ, ભાભી, કાકી, મામી, દેરાણી, જેઠાણી કે જે પુરુષ પતિ, જમાઈ, બનેવી, ફૂવા, માસા જેવા નવા સંબંધોથી જોડાય છે. આ બધા જ સંબંધો સાથે સંબોધનોનો પણ અંત આવી જાય છે.

મેં ક્યાંક વાચેલું, સંબંધ બદલાય એટલે સંબોધન બદલાઈ જાય છે, પણ સંબોધન બદલાતા સંબંધ બદલાઈ જતો નથી.

ખરેખર, આ કેટલું યોગ્ય છે ? કાયદાઓમાં ચાલતા આવતા આવા કાયદાઓમાં ફેરફાર કરવાની કે પરિવર્તન લાવવાની એક સમાજ કે કાયદાના જાણકાર અને બુદ્ધિજીવીઓની કોઈ જવાબદારી કે ફરજ ખરી કે નહિ ?

Advertisements