મહાદેવનું એક અભિન્ન સ્વરૂપ એટલે સંકટ મોચન હનુમાનજી. હાટકેશ એટલે મહાદેવનું બીજું એક નામ. હાટકેશ્વર જયંતિ અને હનુમાન જયંતિ બન્ને એક દિવસના અંતરાલે અને રામનવમી માત્ર ૭ દિવસના અંતરાલે.

વળી, રામાયણનું એક અભિન્ન અંગ હનુમાન. એમની ઉર્જા, એમની શક્તિ અને એમની ભક્તિથી તો હર કોઈ વાકેફ છે. ઘણીવાર ફિલ્મોમાં એક સંવાદ સાંભળેલો. કે જેમ એક સાચો ભક્ત ઈશ્વર વિના અધુરો છે તેમ ઈશ્વર તેના સાચા ભક્ત વગર એકલો છે. એમને પણ એના સાચા ભક્તની ખોજ હમેંશા રહેતી હોય છે.

ઈશ્વરને પણ ભક્તની જરૂરીયાત છે. સ્વયમ રામને પણ હનુમાનની પળે પળ સંકટ સમયે જરૂર પડી. એટલે જ જેમ રામ વિના હનુમાન અધૂરા હતા તેમ હનુમાન વિના રામ અધૂરા હતા.

હવે આજની નજરથી જોઈએ કે વિચારીએ તો દરેકના જીવનમાં કોઈ વ્યક્તિની ખાસ જરૂરીયાત રહે છે, કોઈ એક વ્યક્તિ વગર જીવન અધૂરું અને અઘરું લાગે. ક્યારેક કોઈ પ્રેરણાશ્રોત બની જાય તો ક્યારેક જીવનનો માર્ગદર્શક.

તમારી જીંદગીમાં જરા નજર કરીને જુઓ કે કોઈ છે અને કોણ છે એવી વ્યક્તિ ??? કોણ છે તમારા જીવનમાં હનુમાન અને છે કોઈ તમારા જીવનમાં રામ???

Advertisements