આદમી જો કેહતા હૈ, આદમી જો સુનતા હૈ… જિંદગી ભર યે સદાએ પીછા કરતી હૈ…

આપણે હંમેશા અપડેટ રહેવાની વાત કરીએ છીએ. લોકોને હંમેશા કઈક નવું જોઈએ છે. છતાં પણ ભૂતકાળમાં જ અવાર નવાર સારી જતા જોઈએ છીએ. જે લોકો સતત અપડેટ રહેવાની અને કઈક નવીનતાની માંગણી કરે છે. તે જ લોકો ભૂતકાળની યાદોમાં ખોવાયેલા વધુ જોવા મળે છે.. પછી તે શોધ, સંદેશ કે સંબંધ કેમ ના હોય…? છતાં તેની યાદ ધૂંધળી પણ થતી નથી. યાદ કે ભૂતકાળ સારો હોય તો વાંધો નહિ પણ હંમેશા ખરાબ યાદ કે ભૂતકાળ જ વધુ યાદગાર ક્ષણ બની જતી હોય છે. સંસ્મરણો વાગોળવા જ હોય, તો સારી યાદો, મીઠી મધુર અને સુખી ભૂતકાળ જ અવિસ્મરણીય સંસ્મરણ બને તે યોગ્ય છે. ભયંકર દુઃખ , વિરહ અને ભૂલો ભરેલ ભૂતકાળને વાગોળવાથી બસ દુઃખ આપણને જ થવાનું છે. રુઝાઈને કોપ્ટું વળેલા ઘા પર ફરી પાછા વાગ્યા પર વાગ્યાના નિશાન દેખાડવાના..!

કોઈના માટે થયેલો અનુભવ નો આપણે એટલી હદે પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ કે બીજા ચાર જણા ને આપણે એ વ્યક્તિ માટે ચેતવી દઈએ છીએ. જરૂરી નથી કે આપણા માટે ખરાબ કે કષ્ટ આપનાર વ્યક્તિ અન્ય માટે પણ એવો જ સાબિત થાય… અને બીજાને આપણે ચેતવી દઈને બીજાને પણ પૂર્વગ્રહ બંધાઈ જાય છે. અને આમ જ એક વ્યક્તિને થયેલા અનુભવ પૂર્વગ્રહમાં બંધાઈ જાય છે અને કોઈ વ્યક્તિ, જ્ઞાતિ, ધર્મ કે પછી સમાજને હમેશ માટે કનડે છે. ઘણી જ કહેવતો આવા પૂર્વગ્રહો થી જ બની હશે. પરંતુ દરેકને સરખા અનુભવ જ થયા હોય એવું પણ જરૂરી નથી.

vagbhi.pathak.parmar@gmail.com

Advertisements