તુમ્હી હો બંધુ સખા તું હી ……

ભાઈ અને મિત્ર….

બંધુ અને સખા વિશે લખવાની મજા તો માત્ર બાળપણના સંસ્મરણોમાં જ આવે… બંધુ અને સખા આ બન્ને પાત્રો જ એવા છે જેને ન્યાય બાળપણની યોગ્ય ખાટી-મીઠી યાદો થકી જ આપી શકાય. જે એક બીજાનું શેરીંગ, કેરીંગ, એકબીજા વિશે લાગણીઓ વ્યક્ત કરવાનું કારણ બાળપણની યાદ અપાવી જાય.

આપણને બાળપણથી જ રીવાજો..વ્યવહારોમાં, આ સંબંધોમાં બાંધી દેવામાં આવે છે.

OMG માં એક સરસ  સંવાદ છે.

“ઇન્સાન ધર્મ કે લિયે નહિ, ધર્મ ઇન્સાનો કે લિયે બનાયા ગયા હૈ”

કદાચ આપણા રીવાજો અને વ્યવહારોનું પણ એવું જ છે.

“રીવાજો અને વ્યવહારોથી સંબંધ નહિ, પણ સંબંધ માટે રીવાજો અને વ્યવહારો બનાવવામાં આવ્યા છે.”

લોહીના કે લાગણીના કોઈપણ સંબંધમાં એવું પ્રુવ કરવાની જરૂર ખરી કે રાખડી બંધાય ત્યારે જ ભાઈ-બહેન કહેવાય? એવું સમાજને કે રિવાજના નામે સર્ટીફીકેટ આપવાનું કે બહેને રાખડી બાંધી એટલે આ એનો ભાઈ થયો નહીતર શું ભાઈ ન કહેવાય?

માન્યું કે રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધવાની પ્રથા છે. ભાઈ-બહેનના અતુટ બંધનનો એક ઉત્સવ. રાખડી બાંધી એક બહેન ભાઈને આશીર્વાદ આપે છે. તો શું તે સિવાય આશીર્વાદથી બહેન ભાઈને વંચિત રાખે? બહેનને ભાઈ માટે રાખડી- પસલી કે એક દિવસ પુરતી જ લાગણી હોય? એક રાખડી થકી જ ભાઈ-બહેન જેવો અતુટ સંબંધ..ગાઢ સંબંધ બંધાયેલો રહે? ભાઈ અને બહેન બન્ને બાળપણથી સહિયારા સખા સમાન હોય છે. બાળપણમાં એકબીજાના કપડાથી માંડી…બુક્સ..પેન…જેવી વસ્તુઓથી લઈ યુવાનીમાં વાહનથી લઈને અંગત મિત્રની વાતો પણ શેર થતી રહે છે.

ઘણા લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને તેના અમુક સ્પેશ્યલ ડે ની ટીકા કરતા જોવા મળે છે… તો આપણે રીવાજ અને વ્યવહારના નામે તહેવાર કે ખાસ દિવસ ઉજવીએ છીએ એનું શું????? આપણે પણ દરેક સંબંધને ટકાવી રાખવા કોઈ દિવસ, તહેવાર કે વ્યવહારનો આશરો નથી લીધો શું???

એક તો કોઈપણ સંબંધ ચોક્કસ દિવસ, તહેવાર કે વ્યવહારનો શું મોહતાજ છે?????

અને બીજું જો આપણી આ એક દિવસની ખાસ ઉજવણી એ પરંપરા છે તો પાશ્ચાત્ય સંસ્કૃતિના ખાસ દિવસની શું કામ ટીકા કરવામાં આવે છે????

આ પ્રશ્નોના સ્વ-ઉત્તર મેળવવા વિનંતી…..

-vagbhi

Advertisements