“You look so beautiful when You show yourself Just as You are”

કહેવત છે ને “જેવા છો તેવા જ રહો”. ખુબ જ સાચી અને સચોટ વાત છે. મુખોટા કે આડમ્બરના આચરણ કરતા એઝ ઈટ ઈઝ ખુદની પર્સનાલીટી, ખુદનું વ્યક્તિત્વ કે અસ્તિત્વ વધુ યોગ્ય અને સાહજિક લાગે.

ટીવી પર ચાલતા એક શો ની જેમ ૨૪ કલાક આપણી આસપાસ જો કેમેરા ગોઠવવામાં આવે તો આપણું ખરેખર અસ્તિત્વ સામે આવે, પરંતુ શું કોઈના ડર વગર કે કોઈની આપણા પર સતત નજર વગર આપણે ૧૦૦% પરિણામ મેળવી શકીએ ખરા ?

કદાચ માની લઈએ કે ઈશ્વર એ આંખ છે જેની બધા પર હમેશાં નજર રહેતી હોય છે. ક્યારેક લિમીટ બહાર જાય ત્યારે આપણને ચેતવણી પણ કોઈ સંકેત સ્વરૂપે આપતા હોય છે, પણ આપણે એના એ જ .

કહેવાનો તો અર્થ એક જ છે કે કોઈની બીક રાખ્યા વગર કે કોઈને સારા થવા માટે આપણે આપણું અસ્તિત્વ ગુમાવવું ન જોઈએ. સૃષ્ટિના દરેક સર્જનમાં કઈક ને કઈક ખામીઓ રહેલી જ છે પછી એ માણસ હોય કે પશુ-પક્ષી કે પછી અન્ય કોઈ.

પણ આપણે હમેશા સારો દેખાવાનો ડોળ કરવો હોય છે. ખબર નહિ આપણે શું તો એવું હાસિલ કરી લેવું હોય છે કે નાહકના કોઈકના ચાહક કહેવડાવું છે પણ ખુદ જ ખુદના ચાહક બનીએ તો !!

એક ફિલ્મમાં કરીના કપૂરનો સંવાદ છે, “મેં અપની ફેવરીટ હું.”

-vagbhi

Advertisements