Happy Mother's Day

Happy Mother’s Day

(HOUSE)WIFE, (WORKING) WOMAN, BUT M(OTHER) …..

આ તે કેવું ? વાઈફ તો કે હોઉસ વાઈફ, વુમન તો કે વર્કિંગ વુમન, પણ માં તો માત્ર માં.. માંની સાથે કોઈ વિશેષણ જોડતું નથી. સ્ત્રી પોતાના અસ્તિત્વ માટે કાર્ય કરે એટલે વર્કિંગ વુમન અને પતિ કે સસરાના ઘર માટે કાર્યરત રહે એટલે હાઉસ વાઈફ પણ સંતાન માટે તો જે કઈ પણ કરે એના માટે તો મમ્મી એટલે માત્ર મમ્મી. નહિ હાઉસ કે નહિ વર્કિંગ. માત્ર લવેબલ & કેરિંગ મોમ.

આ એક જ એવું પાત્ર છે જેમાં સ્ત્રી ખુદને અને દુનિયાની તમામ વસ્તુને નકારી શકે છે. એક સ્ત્રીને કોઈ સવાલ પૂછે કે તમે શું કરો છો? ત્યારે બંને માંથી એક જવાબ મળશે. પરંતુ જયારે એક માં ને પૂછવામાં આવશે ત્યારે તેને કોઈ વિશેષણની, કોઈ વધુ સ્પષ્ટતાની જરૂર નહિ રહે. જોવાની બીજી વાત એ છે કે પતિ અને ખુદ પત્ની ઈચ્છે છે કે “ઘરની જવાબદારી નિભાવવી” , એક સ્ત્રી ઈચ્છે કે “કામ કરીને સ્વમાન-સ્વવિકાસ થાય” પણ માં ઈચ્છે કે તે “માત્ર માં જ બનીને રહે… માતૃત્વ જ વહે.”

HAPPY MOTHER’S DAY….

-vagbhi

Advertisements