એવું સાંભળ્યું હતું કે આપણા જેવા થોબડા ઘણા હોય, પણ આપણા જેવા ડીટ્ટો એ ડીટ્ટો, સેમ તો સેમ વિચારો પણ કોઈ અન્યને આવે. ત્યારે ખરેખર અહો આશ્ચર્યમ થાય. આ ફિલોસોફી અને સાયકોલોજીની બહુ મોટી મોટી વાત થઈ ગઈ. પણ આને ટેલીપથી, એલોપથી, કે કોઈપણ પથી કહીએ, તો પણ હાળું દુઃખ થાય કે યાર થોડા મોડા પડી ગ્યા નહિ !!
વસ્તુની, વ્યવહારની, કાર્યની કે કોઈપણ ચોરી થાય, તો સજા થાય… પણ આ વિચારોની ચોરીનો કોઈ ઉપાય ખરો ??? જસ્ટ જોકિંગ….
હા, વિષય વિચાર ભલે એક હોય પણ વિચારશૈલી જુદી હોય છે ને હોવી જોઈએ જ. એટલે હાશશશ લાગે કે બચી ગયાં. પણ આપણું મન એવું ને કે બીજાના ભાણામાં ભટક્યા કરે.
બીજું તો કઈ નહિ પણ વિચારના આ વિષય પર વધારે વિચારવું પડે.. ક્યારેક શંકા-કુશંકા પણ થાય. અને ઘણી વાર ડીશક્રીપ્શનના ચક્કરમાં ડિપ્રેશન આવી જાય. ઘણી વાર મુડ અંકલ બગડી જાય ને પછી આળસભાઈ આવી જાય.
ક્યારેક ફુલણશી કાગડો થઈ જવાય કે વાહ, આપણા વિચારો કેવા મહાન ને સુ-લોકો સાથે મળતા આવે છે, તો ક્યારેક દુઃખ ભી થાય કે આપણા વિચારો સેરોગેટ મધરની જેમ આપણા મનના ગર્ભમાં ઉદભવ્યા ને તેનું પાલન(અમલી) કોઈક અન્ય દ્વારા થાય છે.
મારી સાથે આવું ઘણી વાર બન્યું છે ? તમારી સાથે આવું થયું છે ખરું ??
શું મારો આ વિચાર તમને પણ આવ્યો છે ખરો ???
ખાસ નોંધ : હું કોપીકેટ કે ડુપ્લીકેટની વાત નથી કરતી, મૌલિક વિચારોની વાત છે અહી… જાણતા-અજાણતાં વિચારોની સામ્યતાની વાત છે અહી….

વાગ્ભિ

Advertisements