પ્રોત્સાહન…પ્રશંસા…
કાલે વાત થઈ હતી આલોચના-નિંદા વિશે.. હવે આજે વાત પ્રોત્સાહનની…
મેં હમણાં જ એક પ્રાઇવેટ રેડિયો ચેનલમાં બહુ જ સરસ વાત સાંભળી અને પછી આ વિચારમાંથી જ વિચાર કરવા વિવશ થઈ…
વાત જાણે એમ હતી કે જે લોકો પોતાનું કામ યોગ્ય કે પ્રમાણિકતાથી કરતા નથી. તેની આપણે ટીકા કરીએ છીએ. ઓકે. અને એ લોકો સુધારશે જ નહિ એવું બ્રહ્મવચન સદા ગુંજતું રહે છે. પણ જે લોકો ખરેખર દિલથી સમર્પિત થઈ પ્રમાણિકતા અને યોગ્ય રીતે કામ કરે છે તેમને આપણે પ્રોત્સાહન આપીએ છીએ ખરા ?? ઘણા સ્થળોએ વાર્ષિક સમારંભરૂપી કહેવાતા એવોર્ડ્સ અને સર્ટીફીકેટ આપીને ફોર્માંલીટીઝ પૂરી પણ થાય છે.
તો કોઈક કાર્યક્ષેત્ર અને ઇવન ઘરોમાં પણ સંભાળવા મળે કે એમાં પ્રોત્સાહન શેનું વળી આપવાનું ?? ખેર થોડા ઘણા અંશે બાળકો માટે તો અનામત એટલે કે પ્રોત્સાહન વલણ થતું જાય છે.
પ્રોત્સાહન એટલે મોટું બધું સન્માન કે સર્ટીફીકેટ નહિ. પણ નાની નાની સારી બાબતોની નોંધ. મોટીવેટ કે એન્કરેજ કરવું.

જેમકે. કોઈ વિદ્યાર્થી સમયસર સ્કૂલે પહોચી જતો હોય., તો કોઈ વિદ્યાર્થી વર્ષ દરમ્યાન ગેરહાજર જ ન હોય, કોઈ વિદ્યાર્થી વેલ બિહેવિયર (શિસ્ત બદ્ધ) રહ્યો હોય, કે પછી તેના કામમાં સ્વચ્છતા જળવાતી હોય…હા, ઘણા ખરા અંશે સ્કૂલમાં આવા પ્રકારના પ્રોત્સાહન આપાય છે, પણ માત્ર સર્ટીફીકેટ સ્વરૂપે.. એના બદલે આખા ક્લાસ સમક્ષ જો એને પ્રોત્સાહન આપવામાં આવે તો ???
હવે સાવ અલગ જ ઉદાહરણ…. કાર્યક્ષેત્ર…. એવા કેટલા કાર્યક્ષેત્ર ( પ્રાઇવેટ કે સરકારી) હશે જ્યાં સમયસર આવનાર અને જનારની નોંધ લેવાતી હશે ?? કોઈ ઉમદા કાર્ય માટે તેને પ્રોત્સાહનરૂપી બે શબ્દો પણ સંભાળવા મળતા હશે ??
હવે એનાથી પણ અનોખું ઉદાહરણ… ઘર… ઘરના કોઈપણ સભ્યોને સારા કામ માટે પ્રોત્સાહનરૂપી બે શબ્દો સંભાળવા મળતા હશે ?
ઘણી વખત સામાન્ય લાગતી બાબત એકદમ અસામાન્ય આપણે બનાવી દઈએ છે. પ્રોત્સાહન માત્ર લેવાનું જ નથી ક્યારેક આપવાનું પણ હોય. જેમ મીઠાઈ મીઠી-મધુર છે. તેમ છતાં બહુ ગળ્યું સારું પણ છે અને ખરાબ. પણ અમુક લોકોને જ કેમ ડાયાબીટીસ થાય? પ્રશંસા કે પ્રોત્સાહન પચાવી ન શકે તે અને કાં પછી ખોટી પ્રશંસાથી ફુલાય જાય તે. તેમ છતાં પ્રોત્સાહન કે પ્રશંસા સાચી હોય કે ખોટી..મોટીવેટ કે એન્કરેજ તો કરે જ છે. ક્યારેક સારું માર્ગદર્શન મળી જાય છે તો ક્યારેક જીવન પરિવર્તન થઈ જાય. સારા પ્રોત્સાહક-પ્રસંશક બનવું પણ એક કળા છે. આજે એવા જ કોઈના લીધે હું ફરી લખતા અને વાચતા પ્રેરાઈ છું. વ્યક્તિ કહું કે મિત્ર કહું કે અંગત… તે માપદંડ થોડું મુશ્કેલ છે.

પ્રોત્સાહન આપનાર પ્રોત્સાહક
પ્રશંસા કરનાર પ્રશંસક
નિરીક્ષણ કરનાર નિરીક્ષક
પરીક્ષા કરનાર પરીક્ષક
સમીક્ષા કરનાર સમીક્ષક

તમે આમાંના એક છો??
અને આમાંનું કયું પાત્ર પ્રામાણિકપણે કે યોગ્ય રીતે ભજવો છે ??
વેલ, હજુ ઘણા મુદ્દા બાકી છે… તેમ છતાં….
કભી કભી કિસી કો એન્કરેજ ય મોટીવેટ કર ભી લિયા કરો…

નોંધ – કોઈએ પર્સનલ થવું નહિ.. આ મારી કે તમારી વાત નથી.. આ બધાની વાત છે. આસપાસ નજર નાખતા અમુક મુદ્દા પર લખવું, વાંચવું, વહેચવું ને સમજવું ગમે માત્ર એટલે જ.

વાગ્ભિ

Advertisements