આજે ડે નહિ, પણ ડેઈઝ છે….મતલબ કે એક દિવસમાં છે અનેક દિવસોનું મહત્વ…

આજે છે ફાધર્સ ડે, મ્યુઝીક ડે, યોગ ડે.

જેમના જીવનમાં દરરોજ સાથે હોય, તેમના માટે તો રોજ સ્પેશિયલ ડે હોય જ છે અને તેમને આ દિવસો ઉજવવાની જરૂર હોતી નથી. ફાધર, મ્યુઝીક અને યોગ આ ત્રણેયની મારા જીવનની નજીક છે અને મારા જીવનમાં દરરોજ માટે ખાસ જગ્યા છે. હું દરરોજ આ ત્રણેયના સંપર્કમાં છું અને હોપફૂલી રહીશ.

સૌથી પહેલા પિતાની વાત :

જો પ્રમાણિકતાથી કહું તો, મારા જીવનમાં મમ્મી કરતા હું પપ્પાની વધુ નજીક છું. પહેલા માર્ગદર્શક અને હવે સારા મિત્ર તરીકે હું મારા પપ્પાની ઉપમા આપી શકું.

હું ઘણી વાર લખું છું, કે જેમ એક સ્ત્રી માં બને પછી સંપૂર્ણ બને, તેમ એક પુરૂષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે. ભલે માં, બહેન, પત્ની કે કોઈ સ્ત્રી સાથે એક દિકરો, ભાઈ, પતિ કે પુરૂષ , તેનું પુરૂષત્વ દેખાડે, પણ એક દિકરીનો પિતા, માત્ર અને માત્ર પિતા જ બની રહેશે. દરેક પાત્રોમાં પુરૂષ તેની સંવેદના છુપાવવામાં સફળ થતો જોવા મળશે, પણ જયારે એક પિતાની વાત કરીએ ત્યારે, પુરૂષ તેની દરેક સંવેદના પિતા તરીકે વ્યક્ત કરતા જોવા મળશે.

દિકરી માટે પિતા નાળીયેરની જેમ બહારથી ભલે સખત હોય પણ અંદર તો નરમાશ જ રહેશે. આ એક જ એવો સંબંધ છે, પાત્ર છે કે જેમાં પુરૂષ તેમના પુરૂષત્વને ભૂલી સંપૂર્ણ સંવેદનશીલ બની જાય છે.

હવે વાત સંગીતની :

ઘણા લોકો એવું માને છે કે સંગીત શીખીએ તો જ સંગીતપ્રેમી કહેવાય. પણ સંગીત સંભાળવું અને માણવું એટલે સંગીતપ્રેમી. સંગીતપ્રેમી છીએ એવું સાબિત કરવા માટે સંગીત શીખવું કે જાણવું જરૂરી નથી. બાળપણથી રેડિયોની નજીક રહી ચૂકેલ હું આજે રેડિયો અને સંગીતની દુનિયામાં કાર્યરત છું. દરરોજ સંગીત અને રેડિયોને ખુબ નજીકથી જાણી ને માણી શકું છું. બાળપણથી આજ સુધી ઘરમાં સવાર-સાંજ રેડિયો ચાલતો રહે ને સંગીત ગૂંજતું રહે, એ સંગીત પ્રેમી જ તો કહેવાય ને !!

હવે યોગ વિશે :

પપ્પા અને રેડિયાથી હું બાળપણથી સંકળાયેલી છું. પણ કહેવાય છે ને માં બનીએ ત્યારે બીજો જન્મ થાય. બસ, એમ જ  મારા બીજા જન્મની શરૂઆત માં બન્યા પછી થઈ. મારી પ્રેગનેન્સી દરમ્યાન ખુબ કોમ્પ્લીકેશન્સ આવ્યા, અને ત્યારે સૌથી પહેલા ૨ જીવ બચાવવા શરૂ કર્યો યોગનો પ્રયાસ. જે આજ સુધી મારા જીવન સાથે જોડાયેલ છે. હું માનું છું કે મને નવો જન્મ આપવામાં યોગનો ફાળો મહત્વનો છે. વેકેશનના સમયગાળા દરમ્યાન કે જયારે પણ તક મળે, યોગમાં નવું નવું શીખતી રહું છું. આ વખતે પાવર યોગા શિખીને પાવર નહી, પણ પૂરું પાવર હાઉસ મેં મેળવી લીધું હોય એવું લાગે છે.

આજે ડેઈઝ સેલિબ્રેશન માટે મારા દિલની કરીબ આ ત્રણેય માટે ખાસ રચના :

વાગ્ભિ

IMAGE4 IMAGE5 IMAGE6

Advertisements