સંસ્કાર અને સંસ્કૃતિ

સંસ્કાર એટલે વિચાર અને સંસ્કૃતિ એટલે વિચારોની પરંપરા..વિચાર ધારા… ખબર નહિ આપણે સિમ્પલ અને સરળ શબ્દોને આટલા અઘરા અને મુશ્કેલ કેમ બનાવી દીધા છે સમજાતું નથી ???

સંસ્કાર એટલે કે વિચારો કાળક્રમે બદલાતા જાય છે તેમ સંસ્કૃતિ એટલે કે વિચારધારામાં પણ પરિવર્તનો આવતા રહે છે વળી, સભ્યતા એટલે કે વિવેક એક તટસ્થતા છે. સભ્યતા વગર સંસ્કારનું ટકવું મુશ્કેલ છે. સંસ્કાર એ સમાજ કે ધર્મનો અરીસો છે. સંસ્કૃતિ યુગો યુગોથી ચાલતી આવતી પરંપરા છે. સંસ્કારના ગર્ભમાં સંસ્કૃતિનો વસવાટ છે. સંસ્કારો એટલે કે વિચારો બદલતા રહે છે…તેથી સંસ્કૃતિ એટલે કે વિચારધારા પણ બદલાતી રહે છે, પરિવર્તન આવતું રહે છે. સંસ્કાર અને સંસ્કૃતિ બન્ને ને આપણે એક-બીજા સાથે સાંકળતા આવ્યા છીએ. તેમ છતાં અમુક સંસ્કારોને(વિચારો) બદલાવવાથી સમગ્ર સંસ્કૃતિનો નાશ થતો નથી. તેવી જ રીતે સંસ્કાર અને સભ્યતાને પણ આપણે સાંકળતા આવ્યા છીએ. વિચાર અને વિવેક બન્ને એકબીજા પર આધારિત છે.

આપણે સાદા અને સરળ શબ્દોને આટલા જટિલ બનાવી ખોટી ગેરસમજણો શું કામ ઉભી કરીએ છીએ ? ભારે ભરખમ શબ્દપ્રયોગનો એક તો ભાર વધી જાય છે અને તેનું સાચું મૂલ્યાંકન પણ થઈ શકતું નથી. વિચારધારામાં(સંસ્કૃતિ) આપણે ક્યારેક ખરેખરા વિચાર(સંસ્કાર) ખોઈ નાખીએ છીએ. તો ક્યારેક સભ્યતાની ગરિમા પણ ખોઈ નાખીએ છીએ.

વાગ્ભિ

IMAGE9

Advertisements