ગોડ ગિફ્ટ લેફ્ટ હેન્ડર્સ…ફીલ લાઇક યુનીક્નેસ.

આજે વાત ડાબેરી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે. આ ડાબેરી એટલે રાજનીતિની વાત નથી. પણ ડાબા હાથે કરવાની કોઈપણ ક્રિયા વિશેની વાત છે. આમ તો ૧૩ ઓગસ્ટ ઈન્ટરનેશનલ લેફટ હેન્ડર ડે તરીકે એક દિવસને ઓળખવામાં આવે છે. પણ જે લેફટી છે. મતલબ કે જીવન આખું લેફ્ટ હેન્ડને સમર્પિત છે તેમના માટે તો રોજ લેફટી ડે જ છે.

જન્મથી જ લેફ્ટ હેન્ડ કે લેફ્ટ સાઈડનો વધુ કે કાર્યક્ષમ ઉપયોગ કરનાર જનરલી લેફ્ટ હેન્ડી કહેવાય છે.

ઘણા લોકો માત્ર લેફ્ટ હેન્ડથી લખતા હોય છે. તો અમુક લોકો લેફ્ટ હેન્ડથી માત્ર કામ જ કરતા હોય છે. તો અમુક માટે લેફ્ટ હેન્ડ સર્વસ્વ હોય છે. આ તો થયા લેફ્ટ હેન્ડી ના પ્રકારો… પણ લેફ્ટ હેન્ડીના ફાયદા અને ગેરફાયદાઓ પણ છે.

થોડા સમય પહેલા કાંતિ ભટ્ટે ડાબોડી પર થોડા શોધ-સંશોધન સ્વરૂપ લખ્યું હતું. ત્યારે મને થયું કે ખુદના જ એટલા અનુભવો હોય કે જેને શેર કરવાની મજા પડે. બરાક ઓબામાથી લઈને ઓપરા, અને અમિતાભ બચ્ચનથી લઈને બિલ ગેટ્સ સુધીના ધુરંધરો છે જ. પણ આપણા અનુભવો તો આપણા જ ને…!!

જન્મથી લઈને અત્યાર સુધીના લેફટી હોવાના ઘણા નફા-નુકસાનનું સરવૈયું આજે માંડવું છે. પહેલા તો સ્કૂલમાં જ અગવડતાનો સામનો કરવો પડ્યો. સાલ્લુ… હંમેશા ખૂણામાં કે છેલ્લે જ બેસવાનો વખત આવતો.. વચ્ચે બેસીએ તો બાજુવાળા સાથે લખતા હાથ ભટકાય.. અને કોર્નર પર બેસીએ તો ટીચર્સને ચાલવામાં આપણો હાથ ભટકાય ને લખાણ બગડે. એટલે શુભ શરૂઆત ત્યાંથી જ થઈ. પછી કોલેજમાં પણ આ સિલસિલો ચાલતો રહ્યો.

પછી તો દરેક જગ્યાએ કોમ્પ્યુટરમાં પણ જમણી બાજુ કીબોર્ડ ને માઉસ ગોઠવેલા હોય, એટલે ત્યાં પણ વિકટ પરિસ્થતિનો સામનો કરવો પડે અને આજ સુધી આ બાબત અખંડ રહી છે.

સ્કૂટર કે કાર ચલાવવામાં પણ થોડા ઘણા અંશે આ ડાબોડીપણું નડતરરૂપ તો બને.

ખાસ કરીને ફીમેલને રસોઈમાં ડાબા હાથે કામ કરવામાં અગવડતા ઊભી થાય.

દરેક સાધનોનું સર્જન જમોડીને ધ્યાનમાં રાખીને જ શું કામ નિર્મિત પામે છે ? કોઈ તો સાધન કોઈ ડાબોડી એ બનાવવું જોઈએ, જેથી કરીને આપવીતી અનુભવો મુજબ થોડા ઘણા સેમ્પલ ડાબોડી માટે ખાસ બનાવવામાં આવે.

કહેવાય છે કે ડાબોડી હોશિયાર હોય, ખરેખર તો લોકો સમજી લે છે ને આ વચન પાળવામાં આપણો વારો નીકળી જાય. ખેર, ડાબોડી હોશિયાર હોય કે ન હોય, પણ શું થાય.. ને ક્યાં જાય…?? કારણ કે, ગાલમાંથી કાન કાઢતા જન્મથી જ તેણે શીખી લેવું પડે છે.

ડાબોડી હોશિયાર હોય એ તો બહુ આઈડિયા નથી, પણ સિક્સ સેન્સ સો ટકા પાવરફૂલ હોય. આ વખાણ નથી પણ વાસ્તવિકતા છે. અને બીજી વાસ્તવિકતા એ કે કોઈ ડાબોડીના અક્ષરમાં ભલીવાર હોય નહિ એટલે કે મોતીના દાણા જેવા અક્ષરો જવલ્લે જ જોવા મળે.

ડાબોડી માટે વધુ એક મીથ એ પણ છે કે તેઓ ટેલેન્ટેડ અને ક્રિએટીવ હોય. હા, જન્મજાત થોડા બ્લેસીન્ગ્સ ઈશ્વરના યુનિક પ્રોડકશનના તો થોડા મળે, પણ તેને વિકસાવવાની કળા ખુદની ચોઈસ બની જાય. અથવા તો વ્યક્તિગત વિચારની વાત થઈ જાય.

હા, એ છે કે હરોળમાં બધા જ એક સાથે લખતા કે જમતા હોય, તેમાં એક ડાબોડી અલગ તરી આવે. યુનીક્નેસ જોવા મળે. કોઈપણ કામ હાથમાં લઈએ એટલે તરત કોઈની નજર જાય જ ને આ ગમતું વાક્ય સંભાળવા મળે…”ડાબોડી છો ?” હું એવું માનું છું, કોઈ ખામી વગર ઈશ્વરે આપેલી ઉત્તમ ભેટ (ગોડ ગીફ્ટ) એટલે ડાબોડી હોવું.

હા, થોડા આવા ખટ-મીઠાં અનુભવો થાય, પણ પછી એક ટેવ બની જાય.

મારા અનુભવોમાં હું માંડ સેટ થઈ. ઘડાઈ. ત્યાં મારી દીકરી પણ ડાબોડી જ થઈ. એટલે તેને પેન્સિલ પકડીને લખાવવાથી માંડીને… બધું જ મારી જેમ ડાબા હાથે જ ફાવે. જમવાનું હોય કે કોઈપણ કામ ડાબા હાથે જ બધું થાય. એની મુશ્કેલીઓથી મને પણ ઘણી શીખ મળે છે અને વિચાર આવે છે કે મારા મમ્મી-પપ્પા બન્ને તો જમોડી, તેમને કેવી અગવડતા મને શીખવવામાં થઈ હશે. હા, થોડી મોટી થઈ એટલે જમણા હાથે જમતા શીખવાડવાની કોશિશ કરી, પણ તેમાં એ લોકો સફળ ન થઈ શક્યા. અને મે આ શીખ લઈ મારી દીકરીને ક્યારેય કોઈપણ કામ માટે ડાબોડી થતા રોકી નહિ.

ડાબોડીની વિશેષતા તો ઘણી છે. પણ ક્યારેક ડાબો હાથ મોટી તકલીફમાં મુકી શકે. વધુ પડતો ડાબા હાથનો ઉપયોગ કરનારને હૃદયની તકલીફ થવાની શક્યતા વધુ રહે છે એવું મેં ક્યાંક વાચ્યું. ડાબા હાથે કામ કરતા એ હાથની નસ પર વધુ પ્રેશર આવે છે અને જેના હૃદયમાં સિધ્ધા છેડા અડતા આ તકલીફ થતી હશે.

ડીડીએલજે ફિલ્મમાં ડાયલોગ છે ને ડાબા હાથમાં અંગુઠી એટલે પહેરવામાં આવે છે કારણ કે, તેની નસ સીધી દિલ સુધી પહોચે છે.

વેલ…. અનહોની કો કૌન ટાલ સકતા હૈ ??

ખરેખર, ક્યારેક યુનિકનેસ ફિલ થાય પણ ક્યારેક વિઘ્નો આવતા ને અગવડતાનો સામનો કરતા ખરેખર અનામત કે લઘુમતી જેવું ફિલ થાય. સમય જતા આદત પડી જાય ને કઠિનાઈઓમાંથી નિકળવાની શક્તિ પણ મળી જ જાય. છેવટે તો ગોડ ગીફ્ટ જ મળી છે આ લેફ્ટ હેન્ડર બનવાનું યુનિક થવા માટે. એન્ડ ફિલ પ્રોઉંડ. ઘરમાં એક તો ડાબોડી હોવું જ જોઈએ કેમ શું કો છો ??

વાગ્ભિ

feeling blessed & unique.

lefty1 left-handed

Advertisements