આયુર્વેદ અને કુકિંગ…. વોટ એન અમેઝિંગ કોમ્બીનેશન….

થોડા સમય પહેલા કુકિંગ ક્લાસ જોઈન કર્યા. પહેલા તો જે લોકો મને સારી રીતે જાણે છે એમને ઘણું આશ્ચર્ય થશે કે હું ને કુકિંગ…!! બટ યસ, લાઈફમાં થોડા પરિવર્તનો કરવા જોઈએ અને આવતા પણ રહે છે. આપણા માટે નહી પણ કોઈના માટે ઉપયોગી બની શકીએ તો એનાથી ઉત્તમ શું હોય ?? એટલે ઘર માટે, ફેમીલી માટે કુકિંગ ક્લાસ કરવાનું મન થયું. અને ખુબ જ મજા પડી.

વેલ, આમ  તો ફર્સ્ટ ટાઈમ કુકિંગ ક્લાસ કર્યા, આ પહેલા બેકરીના ક્લાસ કર્યા હતા બહુ સમય થયો લગભગ ૧૫ વર્ષ પહેલા. જનરલી મને કુકીન્ગનો બહુ શોખ નહિ. પણ હા, સાદી, સરળ ને સિમ્પલ રસોઈ કરી જાણું. વળી, પરાણે કરવી પણ ન ગમે. એટલે ક્યારેક રજા માણી લઉં અને પતિદેવના હાથની રસોઈ પણ માણી લઉં. આના માટે પણ નસીબ જોઈએ. મારા પતિદેવને કુકીન્ગનો ગજબ ને ગાંડો શોખ એટલે એ નીતનવી વેરાયટી શીખે અને એક્સ્પેરીમેન્ટ પણ કરે. કુકિંગ પણ એક કલા છે આવું જયારે મારા પતિદેવ કહે ત્યારે મને કલા કરતા જરૂરિયાત વધુ જણાતી.

આ કુકિંગ સામાન્ય કુકિંગ ન હતું. આ આયુર્વેદ આધારિત કુકિંગ હતું. એટલે આયુર્વેદ વિશે પણ ખુબ સરસ જાણકારી મળી. બાળપણથી આયુર્વેદના માહોલમાં જીવતા હોવા છતાં જે ગળે નતું ઉતરતું તેનો ઓડકાર પણ લીધો. મારા પપ્પા આયુર્વેદના ડોક્ટર છતાં ઘરનાની કિંમત ન હોય ને…!! પહેલા હું મારા પપ્પાને વેદિયા કહેતી. આયુર્વેદની અમુક બાબતો વાહિયાત પણ લાગતી. પણ આ કુકિંગ ક્લાસ કર્યા પછી હવે મારા પપ્પા સાથે આયુર્વેદની ચર્ચા પણ અમે કરીએ છીએ. હવે, અમુક બાબતો સ્વીકારી કે હમમ પપ્પા આની શું કામ ના પાડતા… આ કેમ પરાણે ખવડાવતા… કદાચ ત્યારે એટલી સમજ ન હતી. અને જરૂર પણ ન હતી.

તેલ વગર પણ વાનગી બને. અને સાત્વિક ખોરાક કોને કહેવાય ? તેની સાથે કોકિંગની રીત પણ થોડી અલગ. ને હવે કુકિંગમાં થોડો રસ પણ વધુ જાગ્યો. ખાસ કરીને ઘરમાં બન્ને ખાવાના ખુબ શોખીન. થોડા દિવસ થાય એટલે બન્નેની અમુક ચોક્કસ વાનગી માટે ડિમાન્ડ થઈ જ ગઈ હોય.

જયારે કોઈ વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એટલે તેમાં રસ જાગે જ. આયુર્વેદ એક ચિકિત્સા પદ્ધતિ કરતા એક સરસ વિજ્ઞાન છે. આયુર્વેદનો બેઇઝ કે મુખ્ય આધાર અને આપણા શરીરની રચના વિશે થોડો ઘણો ખ્યાલ તો દરેકને હોવો જ જોઈએ એવું હું ચોક્કસપણે માનુ છું.

મેં ક્યાંક વાચ્યું હતું કે જરૂરી નથી કે તમે બધી જ વસ્તુઓના પારંગત બનો. આપણે જાણતા નથી કે વિજળી કઈ રીતે કામ કરે છે તેમ છતાં આપણે વિજળીનો ઉપયોગ કરીએ છીએ. બસ, આપણે વિજળીનો ઉપયોગ જાણીએ છીએ. આટલું આપણા માટે જાણવું જરૂરી છે.

બસ એમ જ આયુર્વેદ કે કોઈપણ વસ્તુ વિશે જાણકારી હોવી ને મેળવવી જરૂરી છે આપણા ઉપયોગ માટે. એના માટે એ કઈ રીતે કામ કરે છે એ જાણવું કે ડોક્ટર બનવું જરૂરી નથી. સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે પણ તેમાં તજજ્ઞ થવાની જરૂર નથી.

મને ખુશી છે કે આયુર્વેદ વિશે મને મળેલી માહિતીથી મારી આખી કુકીન્ગની વિચારશરણી બદલાય ગઈ અને એનાથી પણ વિશેષ મારા પરિવારને માટે પણ આ માહિતી ઉપયોગી નીવડશે તેવો વિશ્વાસ છે.

જેમ યોગ વિદેશમાંથી પ્રચલિત થઈને પછી આપણે સ્વીકાર્યું, તેમ આયુર્વેદ કુકિંગની પણ એવી જ સ્થિતિ ન થાય તો સારું…

 

વાગ્ભિ

 

Advertisements