પહેલી તારીખમાં, મહિનાના  પહેલા દિવસે  ઉત્સાહમાં હોઈએ પણ આજે કઈક નવી વાત…નવો વિચાર…

આમ જોઈએ તો નાણાકીય વર્ષનો આજથી આરંભ. અને પહેલી એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ દિવસ. હવે આપણે એક દિવસ માટે કે પછી એક વર્ષ કે પૂરી જિંદગી માટે એપ્રિલ ફૂલ બનીએ છીએ એ તો આપણે જ નક્કી કરવું પડે.

પહેલી તારીખે પગાર આવે. સેવિંગ્સ અને યુઝીન્ગ્સ પ્રોસેસ શરૂ થાય. થોડા પેમેન્ટસ થાય અને થોડી બચત થાય. થોડો વપરાશ થાય અને થોડા વેડફાય પણ.

હવે દર મહીને વ્યવસ્થિત પ્લાનિંગ તો આપણે કરીએ છીએ. પણ માત્ર પૈસાનું. એટલે કે પૈસા વેડફાય, વપરાય, તેનો સદુપયોગ થાય અને તેની બચત થાય આ બધી જ ચિંતાઓ આપણને છે અને તેના માટે આપણે કેટલોય સમય પસાર કરતા હોઈએ છીએ.

પણ… આપણે સમયનું પ્લાનિંગ કરીએ છીએ ખરા ?? એટલે કે મહિનો શરૂ થાય ને આપણે સમયનું પ્લાનિંગ કરીએ છીએ ? મહિનો પૂરો થાય એટલે મોબાઈલના ડેટા અને બેંક બેલેન્સ ચેક કરીએ છીએ પણ સમયના ડેટા કે બેલેન્સ ચેક કરીએ છીએ ? કેટલા એવા હશે જે મહિનો શરૂ થતા પગારની જેમ સમયનું પણ પ્લાનિંગ કરતા હશે ને કેટલા એવા પણ હશે જે મહિનાના અંતે સમયનું બેલેન્સ ચેક કરતા હશે ?

પૈસા વપરાય, વેડફાય, બચત થાય એની આપણને જાણ હોય છે પણ સમય કેટલો વપરાય, વેડફાય અને બચત થાય તેની આપણે પરવાહ કરતા નથી. ભલે એક એક ક્ષણનું આપણે વોચીંગ ન કરી શકીએ પણ એટ લીસ્ટ એક દિવસ કે એક કલાકનું પ્લાનિંગ તો ચોક્કસ કરી શકીએ.

મહિનાભર બધી જ બાબતોનું પ્લાનિંગ થતું રહેશે પણ સમયનું પ્લાનિંગ જ આપણાંથી ચુકી જવાશે. ક્યારેક વર્ષોનું સરવૈયું તો માંડજો કેટલા વેડફયા ને વપરાયા ?? દર મહીને જો સમયનું દિવસભરનું પ્લાનિંગ કરવામાં આવે તો ?? પણ આપણને સમયની ક્યાં પડી જ છે મફત છે ને…!! પણ તેની કિંમત કોઈ બીમાર કે વૃદ્ધ વ્યક્તિને પૂછી જુઓ… આપણે હમેશા બધા જ પ્લાનિંગ કરીએ છીએ પણ સમયનું જ પ્લાનિંગ કરતા નથી કે જે ખુબ જ જરૂરી છે અને સૌથી વધુ ઉપયોગી પણ. અને બધી જ વસ્તુઓનું મૂળ અહીંથી જ શરૂ થાય છે. સો……પ્લાન ફોર ટાઇમ….

તો આજથી શરૂ થતા નાણાકીય વર્ષમાં નાણા સાથે થોડું સમયનું પ્લાનિંગ પણ કરી જ લેવું.

વાગ્ભિ

1st apr

 

 

Advertisements