જયારે વ્યસન પણ બને પ્રસંગ…

ફેસબુક પર એક વખત ઇમેજ જોઈ હતી અને સાથે લખ્યું હતું કે “શું મહિલાએ આ કરવું જોઈએ??”

આ ઇમેજમાં વ્યસન કરતી એક મહિલા બતાવવામાં આવી હતી. તો શું વ્યસન માત્ર ફિમેલ કરે તો જ ખરાબ, અયોગ્ય, નિંદાપાત્ર કે અજુગતું લાગે???

વ્યસન તો બધા માટે ખરાબ જ હોય. પછી એ સ્ત્રી હોય કે પુરૂષ.

આપણે જાણીએ અને સમજીએ છતાં રોજિંદા જીવનમાં પણ જયારે આપણે પુરૂષવર્ગને વ્યસન કરતા જોઈએ તો સામાન્ય લાગે. પણ જો કોઈ સ્ત્રીને જોઈએ તો આંખનું મટકું માર્યા વગર જોયા કરીએ.

આનો મતલબ એવો નથી કે વ્યસન કરવું જોઈએ. બંને માટે વ્યસન તો ખરાબ જ છે. એટલે હવે પુરૂષ વર્ગને પણ આશ્ચર્યથી જોવાનું રાખજો, જેથી કરીને તેમને લાગે કે તેણે કંઇક ખોટું કર્યું છે.

હવે તમાકુ, સિગરેટ, માવા આ બધું જૂનું થઇ ગયું. હવે વ્યસનમુક્તિનો વિષય પણ બદલાઈ રહ્યો છે.

આજનું મુખ્ય વ્યસન છે “સાઇબર સાયકોલોજી.” એટલે કે સોશ્યલ મિડિયા, ઇન્ટરનેટ અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નહિ, પણ દુરુપયોગ.

એ દિવસ દૂર નથી જયારે વધુ પડતા મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાથી થતા રોગોનો ઉદ્દભવ અને વિકાસ તેમજ સંશોધનો થાય અને સાઇબર ડિપ્રેશન જોવા મળે.

Be Careful…
Take Care…

#vagbhi

Advertisements