​દરેક ઘરમાં એક બહેન તો હોવી જ જોઈએ. જો ઘરમાં બહેન હોય તો તમામે તમામ સ્ત્રી પ્રકૃતિને સમજવું ખુબ જ સહેલું થઈ જાય છે. જો બહેન સમજાય જાય યાને કે બહેન સાથે ગાઢ ડેપ્થમાં સમજણ કેળવાય જાય એટલે દુનિયાની ગમ્મે તે નારી ને કે નારી પાત્રોને સમજવું આસન થઈ જાય. પછી માં, પત્ની, દિકરી, પ્રેમિકા… આ બધા જ પાત્રોને ઓળખવા કોઈ મોટી વાત નથી. એટલે કે બહેનનું પાત્ર સૌથી મોટું કામ કરે છે. તમે નજર કરજો, જેના ઘરમાં કે જે વ્યક્તિ તેની બહેન સાથે તાલમેલ મેળવી શકતો હશે તે તેની માં, પત્ની કે દીકરી સાથે પણ એટલી જ સરળતાથી તાલમેલ દેસાડી શકશે. 

બાળપણથી બહેન સાથે મોટા થતા તેમાં એક બહેનથી વિશેષ દરેક પાત્રોની કલ્પના તેની અંદર થઈ જાય છે. બહેન ક્યારેક મમ્મીની જેમ ચિંતા કરતી, તો ક્યારેક પત્નીની જેમ ધમકાવતી ને ક્યારેક દિકરીની જેમ નિખાલસ પ્રેમ સભર બની જાય છે. મોટા થતા આપણે આ બધી જ લાગણીઓને કોઈને કોઈ સ્ત્રી પાત્રોમાં જોવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ. ઘણા ભાઈઓના મોઢે સંભાળવા મળશે કે મારે મારી બહેન જેવી તરવરાટવાળી ને સમજણ ધરાવતી પત્નીની કલ્પના છે. તો ક્યારેક કોઈના મોઢે ઘણા ભાઈઓ કહેતો જોવા મળશે કે મારી દીકરી અસ્સલ મારી બહેન જેવી જ તૈયાર થવાની શોખીન છે. હું મારી બહેન માટે આ લઈ આવતો, આટલા ખર્ચા કરતી ને.. ઘણું ઘણું… ટુંકમાં, એને બહેન સાથે વિતાવેલ બાળપણના એ સંસ્મરણો પળે પળ યાદ આવ્યા કરશે જ.

જે ઘરમાં બહેન નહિ હોય એ વ્યક્તિને પત્ની કે દીકરીને સમજતા થોડી વાર લાગશે પણ એ પણ એવું જ વિચારશે કે જો મારી બહેન હોત તો મારી દીકરી જેવી જ હોત. આ પણ એટલું જ સત્ય છે. 

બહેન સાથે વિતાવેલ બાળપણના એ દિવસો આજીવન એક સમજણના પાઠ પુરા પાડે છે. ભાઈ-બહેનના ઘણા ઝઘડા, વિવાદ, મતભેદ તો મનભેદ જોવા મળશે, પણ બન્ને વચ્ચેનો આ લાગણીનો રક્ષા-સંબંધ ક્યારેય ઓછો નહિ થાય. અને એ ભાઈ-બહેનના બાળકો સુધી અવિરત અગાઢ જોવા મળે છે. 

મારા મામા હમેશા કહે, કે જેમાં બે વખત માં આવે છે એ મામા… એટલે કે માંનો બેવડો પ્રેમ મામા ખુબ સારી રીતે વ્યક્ત કરી શકે. 

એટ્લે કે ભાણેજ અને ભાણી સાથે સ્નેહ પં બેવડો જોવા મળે.

કુદરતે દરેક વસ્તુ, વ્યક્તિનું મહત્વ અરસ-પરસ ખુબ સરસ રીતે બેલેન્સ કર્યું છે. જેમ બહેનનું મહત્વ છે તેમ ભાઈનું પણ.

પહેલા કહ્યું તેમ ઘરમાં બહેન હોય, તો કોઈપણ સ્ત્રીને સમજવી સરળ બની જાય. તેમ ઘરમાં ભાઈ હોય, તો કોઈપણ પુરુષને સમજવો પણ એટલો જ સરળ બની જાય. પુરુષ પ્રકૃતિ પણ એટલી જ સંવેદનશીલ હોય એ ભાઈથી વધુ સારી રીતે બીજું કોઈ સમજાવી શકે ખરા ? કેરીંગ, શેરીંગ, વરિંગ, ઓલ ઇન વન. ઘણા ઘરમાં પિતાની હયાતી ન હોય ત્યાં ભાઈ જ પિતાની ફરજો પૂરી કરતા જોવા મળે છે. એટલે કે એક સુરક્ષાનો એહસાસ થઈ શકે છે. તો સાથે મોટા થયેલા ભાઈ-બહેન એક બીજાના સારા મિત્રો ને એકબીજાના પુરક બનતા જોવા મળે છે. કારણ કે, સમજણ આવતા જ સૌથી પહેલા ભાઈ-બહેનની મૈત્રી થાય પછી બહારની દુનિયામાં કોઈ મિત્ર બને.

બાળપણના ભાઈ-બહેનના સંસ્મરણોની યાદીનું તો લાંબુબુબુ લિસ્ટ બને. પણ આ લિસ્ટ જયારે અનુભવોના પાઠ સ્વરૂપ કોઈપણ પુરુષ કે સ્ત્રીને સમજવા સક્ષમ બને ત્યારે કેટલાય સંબંધો તરી જાય. 

જેને ભાઈ નહિ હોય, તે સ્ત્રીના પતિની હમેશા કમ્પ્લેઇન રહેશે જ અનેક ઘણી વખત કહેતા પણ જોવા મળશે કે ભાઈ હોત તો સમજાત. ભલે સુંદરલાલ જેવા સાળા હોય એ પણ એક અલગ જ મજા છે સંબંધોની. અને એવી જ રીતે બહેન નહિ હોય, તે પુરુષની પત્ની હમેશા કહેતી જોવા મળે કે બહેન હોત તો સમજાત. 

આમેય કહેવાય છે ને કે જે ઘરમાં દીકરી હોય તે વહુને વધુ સારી રીતે સમજી શકે. કારણ કે, આપણી દીકરી પણ કોઈના ઘરની વહુ છે. બસ, આવી જ ફિલોસોફી બહેન કોઈના ઘરની વહુ અને વહુ કોઈના ઘરની દીકરી છે. ભાઈ કોઈનો પતિ છે અને પતિ પણ કોઈનો દિકરો છે. ભાઈ છે. 

ભાઈ-બહેન એક લાગણી, એક સરંક્ષણથી વિશેષ દરેક પુરુષ અને દરેક સ્ત્રી પાત્રોને સમજવા માટેનો માર્ગ છે. બાળપણમાં વિતાવેલા ખટ-મીઠાં અનુભવો ભવિષ્યમાં પણ માર્ગદર્શકરૂપ બની રહે છે. ભાઈ-બહેન પ્રકૃતિનું એક બેલેન્સ છે. જે સમાજજીવન માટે ખરેખર ઉદાહરણરૂપ છે.

ડોલી સજા કે રખના, હરે રામ હરે ક્રિષ્ના ફિલ્મનું “ફૂલો કાં તારો કાં સબકા કહેના હૈ…”, પ્યાર કિયા તો ડરના ક્યાં ફિલ્મમાં અરબાઝખાનની બહેન કાજોલ એટલે કે મુસ્કાન તો બધાને યાદ જ હશે. હમણાં જ  દિલ ધડકને દો ફિલ્મમાં ભાઈ-બહેનનું ખુબ સરસ યાદગાર ઉદાહરણ આપતું પ્રિયંકા અને રણવીર સિંહ દ્વારા દર્શાવાયું.. અને ગીતો તો લોટસ ઓફ જોવા મળશે. એટલે કે ફિલ્મો સ્વરૂપે પણ આ સંબંધને અને સામાજિક મુદ્દાઓ સ્વરૂપે હમેશા એક સ્થાન મળતું રહ્યું છે. 

Happy Raksha Bandhan  〰:)〰

વાગ્ભિ:)

Advertisements